શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રી આ 3 વસ્તુઓનું દાન કરે છે તે ક્યારેય વિધવા નથી થતી…

શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રી આ 3 વસ્તુઓનું દાન કરે છે તે ક્યારેય વિધવા નથી થતી…

ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડ પુરાણમાં દાનનું ખુબ જ મોટું મહત્વ જણાવેલ છે. દાનથી જ ધનમાં વૃદ્ધિ થાય છે. બીજાના કલ્યાણ હેતુ કાર્ય કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પોતાના સામર્થ્ય અનુસાર સમય સમય પર દાન ધર્મ કરે છે, તેની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. દાન કરવાથી જ મનુષ્યનો ઉદ્ધાર થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણ અનુસાર દાનને સાંસારિક મોહ અને વિકારોથી છુટકારો મેળવવાનું દ્વાર જણાવવામાં આવે છે.

મનુષ્યના જીવન પર આવનાર સંકટ દાન કરવાથી નષ્ટ થઈ જાય છે, એટલું જ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે જીવનમાં દુર્ભાગ્ય આવવાની શરૂઆત થાય છે ત્યારે તેની જાણ પહેલા જ થઈ જાય છે. ઘરમાં લડાઈ ઝઘડા તથા કલેશ ઉત્પન્ન થવાના શરૂ થાય છે, જે એક મોટા દુર્ભાગ્યની નિશાની છે. પરંતુ શાસ્ત્રોમાં દાનને એક એવું વરદાન અને અસ્ત્ર માનવામાં આવે છે જે દુર્ભાગ્યરૂપી રાક્ષસને નષ્ટ કરી નાખે છે. વળી ગરુડ પુરાણમાં અમુક એવી ચીજો વિશે જણાવવામાં આવેલ છે, જેનું દાન કરવાથી મનુષ્યએ ક્યારેય પણ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી.

સાથોસાથ જો કોઈ સ્ત્રી આ ત્રણ ચીજોનું દાન કરે છે તો તે જીવનભર સૌભાગ્યશાળી રહે છે. આવા સ્ત્રીનાં પતિનું ક્યારેય પણ અકાળ મૃત્યુ થતું નથી અને તે હંમેશા સદા સુહાગન રહે છે. એટલા માટે દરેક સ્ત્રીએ આ ત્રણ ચીજોનું દાન અવશ્ય કરવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ પહેલા આ સાધારણ વસ્તુઓનું દાન કરે છે, તેની ક્યારેય પણ અધોગતિ થતી નથી અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે તે કઈ વસ્તુઓ છે, જેનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ઘણી વખત અનેક પ્રયાસ કરવા છતાં પણ આપણને ઇચ્છિત ફળ મળતું નથી, જેના લીધે ઘણા લોકો પોતાના ભાગ્યને દોષ આપીને પ્રયાસ કરવાનો છોડી દેતા હોય છે. પરંતુ ઘણી વખત મનુષ્યના જીવનમાં ગ્રહોના દોષ અથવા કુંડળીના દોષને લીધે દુર્ભાગ્ય ઉત્પન્ન થાય છે. પરંતુ મીઠું એક એવી વસ્તુ છે જેનું દાન કરવાથી મનુષ્યનું ભાગ્ય પણ પરિવર્તિત થઈ જાય છે. મીઠા ને હંમેશા એક બ્રાહ્મણને અથવા કોઈ મંદિરમાં દાન કરવું જોઈએ.

વળી મીઠાનું દાન કરતા સમયે તે સાવધાની રાખવી જોઈએ કે તેને સીધા હાથમાં ન આપવું જોઈએ અથવા તો મંદિરમાં ભગવાનની મુર્તિની આગળ દાન કરી દેવું જોઈએ. એટલું જ નહીં, શાસ્ત્રો અનુસાર મીઠાનું દાન કરવાથી મનુષ્યનાં પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તેની સાથે જ મીઠાનું દાન કરવાથી પિતૃ ઋણ પણ ઉતરી જાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

જો કોઈ વ્યક્તિ કોઈ બીમારીથી પીડિત છે અથવા કોઈ ખરાબ શક્તિના પ્રભાવમાં છે અને તેને શત્રુઓનો ભય પરેશાન કરે છે તો તે મનુષ્યએ મંગળવારના દિવસે લાલ કપડા નું દાન કરવું જોઈએ. મંગળ યુદ્ધના દેવતા છે. તે મનુષ્યના જીવનમાંથી બધા પ્રકારના કષ્ટને નષ્ટ કરે છે અને શત્રુને પણ નષ્ટ કરી નાખે છે તથા રોગ તથા બીમારીઓનો નાશ કરે છે.

જો કોઈ વ્યક્તિ માનસિક રૂપથી પરેશાન છે, રાતના સમયે ઊંઘ નથી આવતી, મનમાં હંમેશા ખરાબ વિચાર આવે છે અને તે પોતાના મનના દુઃખ વિશે બીજા વ્યક્તિને કહી શકતા નથી તો આ દુઃખમાંથી બહાર નીકળવા માટે મનુષ્યએ સફેદ અને કાળા તલનું દાન કરવું જોઈએ. શ્રીકૃષ્ણ કહે છે કે તલનું દાન કરનાર મનુષ્યની ક્યારે પણ દુર્ગતિ થતી નથી. સફેદ તલનું દાન કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શનિવારનાં દિવસે તમે શનિ મંદિરમાં જઈને કાળા તલનું દાન અવશ્ય કરો. શનિદેવની કૃપાથી તમારી બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. સાથોસાથ ગ્રહોના બધા દોષ પણ નષ્ટ થઈ જાય છે.

શાસ્ત્રો અનુસાર એક વિવાહિક સ્ત્રીએ સોમવારના દિવસે શિવજીના મંદિરમાં જઈને ભગવાન શિવને કાચું દૂધ, ચોખા અને ખાંડનું દાન કરવું જોઈએ. શિવ મહાપુરાણ અનુસાર જે સ્ત્રીઓ શિવ મંદિરમાં જઈને આ ત્રણ ચીજોનો દાન કરે છે તે સ્ત્રીઓ જીવનમાં ક્યારેય પણ વિધવા થતી નથી અને આ જીવન સુહાગન રહે છે. વળી આ ચીજોનું દાન કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ધનમાં પણ વૃદ્ધિ થાય છે.

ગરુડ પુરાણ અનુસાર ગોળ અને ઘી નું દાન કરવાથી વ્યક્તિએ ક્યારેય પણ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. ગોળ અને ઘી નું દાન કરવાથી મનુષ્યની કુંડળીમાં સુર્ય પ્રબળ બને છે. સુર્ય પ્રબળ હોવાથી તે મનુષ્યના જીવનમાં આવી રહેલી બધી જ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. વળી વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોળ અને ઘી નું દાન કરવાથી તે જાતક ઉપર શનિનો પ્રભાવ ઓછો થઈ જાય છે, જેના લીધે તે જાતકને શારીરિક માનસિક અને આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળે છે.

તો આવી રીતે ગરુડ પુરાણમાં મનુષ્યને આ ચીજોનું દાન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમારે પણ પોતાના સામર્થ્ય અનુસાર દાન ધર્મ અવશ્ય કરવું જોઈએ. પરંતુ તમારે તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ક્યારે પણ કુપાત્રને દાન કરવું જોઈએ નહીં. દાન હંમેશા સુપાત્ર વ્યક્તિને જ કરવું જોઈએ. એટલે કે જે વ્યક્તિને દાનની આવશ્યકતા છે તેને જ દાન કરવું જોઈએ, ત્યારે જે દાનનું પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે.

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *